← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

તૂટી ગયો

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

એક નાની વાતમાં આ કાંગરો તૂટી ગયો,
દોષનો મારા જ માથે ઠીકરો તૂટી ગયો.

સોનલા સળિયા હતા, ને ફળ હતાં મીઠાં બધાં,
એક દી ઊડી ગયું, ને પીંજરો તૂટી ગયો.

કંકુ પગલે જે પધારી, એ જ ઘરમાં એક દી
ચીસ દાબી રાતભર, ને ઉંબરો તૂટી ગયો.

એમની વેણી સજાવા ડાળથી ચૂંટ્યો હતો,
એ ન આવ્યાં, ને સવારે મોગરો તૂટી ગયો.

આ પરાગે જ્યાં ગઝલની વાત માંડી'તી કદી,
ગામ મોટું થઈ ગયું, ને ચોતરો તૂટી ગયો.

– પરાગ રતનપરા

#ગઝલ #વિશ્વાસ #તૂટેલાંસંબંધ #મુક્તિ #ગામ #પરાગરતનપરા
#GujaratiGhazal #BrokenTrust #Relationships #Freedom #VanishingVillage #ParagRatanpara

ગઝલ
← પહેલો લેખઉઘાડા પગેઆગલો લેખ →દૃશ્યો