ગયો તું
ગઝલ થઈ હવામાં ગવાતો ગયો તું,
કલમથી કલમમાં લખાતો ગયો તું.
ઉમર ક્યાં હતી? બસ, સવારે જ ઊગ્યો,
છતાં શાયરોમાં ગણાતો ગયો તું.
ભલે દેહ છોડ્યો, છતાં વાદળો થઈ,
નયનથી નયનમાં છવાતો ગયો તું.
હવે મંચ સૂનો, અબોલી સભા છે,
છતાં મૌન વચ્ચે સુણાતો ગયો તું.
પરાગે ધરી મ્હેક તારી કબર પર,
ગઝલમાં ફરીથી રચાતો ગયો તું.
– પરાગ રતનપરા
#ગઝલ #શ્રદ્ધાંજલિ #કવિ #અકાળવિદાય #સ્મરણ #પરાગરતનપરા
#GujaratiGhazal #Tribute #Elegy #YoungPoet #InMemoriam #ParagRatanpara