બની જા
ભલે પૂર આવે, કિનારો બની જા,
પડે કોઈ ત્યારે સહારો બની જા.
હવા જ્યાં ભમે છે, ભટકતાં જહાજો,
તમસમાં જ ઝળહળ મિનારો બની જા.
ઘણા રાહદારી થકેલા, દુખી છે,
ઘડી બેસવા તું ઉતારો બની જા.
દિશાહીન નાવો ભમે છે અમાસે,
અડીખમ, અચળ તું સિતારો બની જા.
ખરે પાંદ-ફૂલો, પરાગે કહે છે,
ફરી પાંગરે, તું બહારો બની જા.
– પરાગ રતનપરા
#ગઝલ #અડગતા #સહારો #હિંમત #પ્રેરણા #પરાગરતનપરા
#GujaratiGhazal #Steadfast #BeTheAnchor #Courage #Inspiration #ParagRatanpara