મર્યા પછી
જીવતાં ઠોકર જ ખાધી, પૂતળાં મર્યા પછી,
ભૂખથી મરતો હતો, ને આંસુડાં મર્યા પછી.
ઓરડે એના કદી પણ એક દીવો ના થયો,
ને કબર પર ઝગમગે છે દીવડાં મર્યા પછી.
આંગણે આવી ન પૂછ્યું કોઈએ, કે ‘કેમ છો?’
ને ચિતા પર લોક વેરે ફૂલડાં મર્યા પછી.
ઝૂંપડી ચૂતી રહી વરસાદમાં આખો જનમ,
સ્મારકોનાં ભવ્ય ઊંચાં છાપરાં મર્યા પછી.
આ પરાગે ગીત ગાયાં, ના મળી તાળી કદી,
વાહવાહીનાં સભામાં ઢોલડાં મર્યા પછી.
– પરાગ રતનપરા
#ગઝલ #દંભ #સમાજ #ઉપેક્ષા #મરણોત્તરમાન #પરાગરતનપરા
#GujaratiGhazal #Hypocrisy #Society #Neglect #HonourAfterDeath #ParagRatanpara