નથી થાતું
ઘણી વેળા અહીં જીવન ખરું જીવન નથી થાતું,
હજારો દીપ મંદિરમાં, છતાં દર્શન નથી થાતું.
રહે છે એક છત નીચે ઉમરભર બે જણાં તોયે,
બધા ફેરા, બધી ગાંઠો ખરું બંધન નથી થાતું.
ભલે ને વાળ રંગ્યા ને ગુલાબી ગાલ ચમકાવ્યા,
ઉછીનું, રંગરોગાનું, ખરું યૌવન નથી થાતું.
ચડાવ્યા ભોગ છપ્પન, ને રડે ઝાંપે અનાથો સૌ,
નહીં જો પેટ ભૂખ્યાનું ભરે, ભોજન નથી થાતું.
પરાગે એ જ જાણ્યું કે, ભલે ધમણો ચલાવે શ્વાસ,
હૃદયમાં પ્રેમ ના હો તો કશું સ્પંદન નથી થાતું.
– પરાગ રતનપરા
#ગઝલ #જીવન #સત્ય #દંભ #પ્રેમ #પરાગરતનપરા
#GujaratiGhazal #TrueLiving #Authenticity #Hypocrisy #Love #ParagRatanpara