← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

ફૂલ-સુવાસ

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

યાદના ઉજ્જડ પ્રદેશે એક લીલું ઘાસ તું,
મોગરાની મ્હેક જેવો શુભ્ર રાત-ઉજાસ તું.

દૂર છે તું, તોય ધબકારે ધબકતી રાતદિન,
આવતો-જાતો, અજાણ્યો, હર ઘડીનો શ્વાસ તું.

સાત સાગર પી ગયો, પણ હોઠ તો કોરા હતા,
છે સમંદરથી ય મોટી એક એવી પ્યાસ તું.

ભીડમાં સૌ મિત્ર, સગપણ, ઓળખીતા છે ઘણા,
તોય જે સૌથી અલગ છે, એક એવો ખાસ તું.

આ પરાગે પાંખડીને કાનમાં કીધું, સખી:
નામ મારું, પણ ખરેખર એક ફૂલ-સુવાસ તું.

– પરાગ રતનપરા

#ગઝલ #પ્રેમ #સ્મરણ #પ્રિયતમા #સુવાસ #પરાગરતનપરા
#GujaratiGhazal #LovePoetry #Remembrance #Beloved #Fragrance #ParagRatanpara

ગઝલ
← પહેલો લેખનથી થાતુંઆગલો લેખ →તાળીઓ પડી