વિદાય
તમે શું ગયાં, આજ આંગણ રડે,
હવે બંગડી સાથ કંગણ રડે.
તમે જોઈ જેમાં સજાતાં હતાં,
હવે ધૂળમાં એ જ દર્પણ રડે.
હતી ઢીંગલી, ઘર, રમકડાં બધાં,
હજી ઓરડે એ જ બચપણ રડે.
જુએ રાહ મા ઉંબરે સાંજથી,
પછી આંખમાં રાત-પાંપણ રડે.
તને પત્ર લખવા ઉઠાવી કલમ,
નયનથી ખરી બુંદ, ચંદન રડે.
પરાગે જતનથી ઉછેર્યું હતું,
ગયું ફૂલ, એનું ય ઉપવન રડે.
– પરાગ રતનપરા
#ગઝલ #દીકરી #વિદાય #પિતા #સાસરે #પરાગરતનપરા
#GujaratiGhazal #Daughter #Vidaai #FathersHeart #EmptyHome #ParagRatanpara