← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

છેલ્લું ગામ

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

હોઠ પર છેલ્લો ય શ્વાસે રામનું બસ નામ છે,
જિંદગીભર દોડતો’તો, આજ બસ આરામ છે.

ચાર જણ ખાંધે ઉપાડી લઈ જશે ધીમા પગે,
એ તરફ સૌ જાય છે, ને ત્યાં જ છેલ્લું ગામ છે.

જે ભરી’તી તેં તિજોરી, એ અહીં રોકાય છે,
છે કફન ખીસ્સા વિનાનું, ત્યાં ન કોડી-દામ છે.

સૂર્ય પણ આખો દિવસ આકાશમાં તપતો હતો,
તોય એના ભાગ્યમાં પણ એક ઢળતી શામ છે.

આ પરાગે જિંદગીનો ઘૂંટ પીધો હોંશથી,
મોતને પણ જાણ કર દો, સાવ ખાલી જામ છે.

– પરાગ રતનપરા

#ગઝલ #મૃત્યુ #અંતિમયાત્રા #જીવનદર્શન #વૈરાગ્ય #પરાગરતનપરા
#GujaratiGhazal #Mortality #LastJourney #Detachment #LifeAndDeath #ParagRatanpara

ગઝલ
← પહેલો લેખસેલ, સેલ, સેલ!આગલો લેખ →ચેતી જા રે મનવા