← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

બસ થયું

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

છાપરું નાનું ભલે, પણ ગોખ દીવો બસ થયું,
લીમડાનો આંગણે છે એક છાંયો બસ થયું.

રેશમી ગાદી ભલે ના, ખાટલો તો છે ઘરે,
રાતભર જાગે ધનિક, ને એક ઝોલો બસ થયું.

સ્વર્ગ કેવું હોય? એ મારે નથી કૈં જાણવું,
શીશ મૂકું ત્યાં જ માનો એ જ ખોળો બસ થયું.

આપ મોટા ગ્રંથ લખજો, ને ઇનામો લો બધાં,
ગામના ચોરે ગવાતો એક દોહો બસ થયું.

બાગ આખો ના મળે તો કૈં ફરક પડતો નથી,
આ પરાગે તો હવાનો એક ઝોકો બસ થયું.

– પરાગ રતનપરા

#ગઝલ #સંતોષ #સાદગી #માનોખોળો #નાનુંસુખ #પરાગરતનપરા
#GujaratiGhazal #Contentment #SimpleLiving #MothersLap #SmallJoys #ParagRatanpara

ગઝલ
← પહેલો લેખરમલીઆગલો લેખ →આગળ મોકલો