ફકીરા
ન ઘર છે, ન પાદર, નિશાની ફકીરા,
હવાની સમી આ કહાની, ફકીરા.
ગયું બાળપણ ખેલમાં, ને પછી તો
વહી દોડધામે જવાની, ફકીરા.
ન રોકાય દરિયો, ન રોકાય ઝરણું,
સદા રાખજે આ રવાની, ફકીરા.
જગત તો હસે છે, હસે તો હસે ને,
બની રૂહ તારી દિવાની, ફકીરા.
ખરી પાંખડી, ને પરાગે હવામાં
કરી સાંજ આખી સુહાની, ફકીરા.
– પરાગ રતનપરા
#ગઝલ #સૂફી #ફકીરી #મસ્તી #રૂહાની #પરાગરતનપરા
#GujaratiGhazal #Sufi #Fakir #Detachment #SpiritualJourney #ParagRatanpara