← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

વેચાય છે

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

ભાવ બોલો, સ્ટૉલ પર તો મિત્રતા વેચાય છે,
ચોકમાં ઊભી, ઉઘાડી સભ્યતા વેચાય છે.

ઘંટ, ઝાલર, શંખ, દીવા, ને ઘણો ઘોંઘાટ છે,
પાંચસોની નોટ પર ત્યાં દિવ્યતા વેચાય છે.

સાંજ પડતાં ચીસ પાડે, રોજ ચર્ચા રાતભર,
ચેનલોના શોરમાં ત્યાં સત્યતા વેચાય છે.

શાલ, શ્રીફળ, હાર, તાળી, સૌ ખરીદી લો, સખા,
કાવ્યની પણ હાટમાં તો શ્રેષ્ઠતા વેચાય છે.

ફૂલને પૂછ્યું પરાગે: ‘ભાવ તારો કેટલો?’
ફૂલ બોલ્યું: ‘મ્હેકની ક્યાં નમ્રતા વેચાય છે?’

– પરાગ રતનપરા

#ગઝલ #વ્યંગ #બજાર #દંભ #મૂલ્યો #પરાગરતનપરા
#GujaratiGhazal #Satire #EverythingForSale #Hypocrisy #Values #ParagRatanpara

ગઝલવ્યંગ
← પહેલો લેખબાની તિથિઆગલો લેખ →સાક્ષી