આયનો
ઘડી બે ઘડી જ્યાં હસે આયનો,
પછી સત્ય સઘળું કહે આયનો.
મુખોટાં ચડાવ્યાં ઘણાં મેં છતાં,
નકાબો ઉપરવટ જુએ આયનો.
નયનમાં ભરી વેદના જ્યાં રહી,
છબી સાથ બાની રડે આયનો.
ઘણાં તીર્થ ખૂંદ્યાં, ન દીઠો કશે,
હવે ભીતરે તો ઝગે આયનો.
પરાગે સુગંધી ધરી ફૂલની,
અને મ્હેકતો થઈ રમે આયનો.
– પરાગ રતનપરા
#ગઝલ #આયનો #સત્ય #આત્મદર્શન #ભીતરયાત્રા #પરાગરતનપરા
#GujaratiGhazal #Mirror #Truth #SelfReflection #InnerJourney #ParagRatanpara