← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

ભીતરનું દ્વાર

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

ભીંત ભેદી ઘણી, ત્યાં જ આ દ્વાર છે,
ખોલતાં ભીતરે ઘોર અંધાર છે.

રોજ રકઝક, રિસામણ, મનામણ છતાં,
બે જણાનો મજાનો ય સંસાર છે.

હાથ ધ્રૂજે, નજર સાવ ઝાંખી પડી,
દીકરા દૂર, લાઠી જ આધાર છે.

પર્વતો ઊંચકી લઈશ હું, પણ સખી,
આંસુનો એક કેવો અજબ ભાર છે!

આ પરાગે ગઝલમાં ઉચાર્યું ઘણું,
શબ્દ થોડા, ઘણો અર્થ-વિસ્તાર છે.

– પરાગ રતનપરા

#ગઝલ #આત્મખોજ #દાંપત્ય #વૃદ્ધાવસ્થા #આંસુ #પરાગરતનપરા
#GujaratiGhazal #InnerJourney #MarriedLife #OldAge #WeightOfTears #ParagRatanpara

ગઝલ
← પહેલો લેખપ્રજાનું છેઆગલો લેખ →ધરતીકંપ પછીનું શહેર