જો ખરો
અબોલા તજી તું મળી જો ખરો,
જરા વાત મનની કહી જો ખરો.
ઘણું તું કહે ને ઘણું હું કહું,
હવે મૌન મારું સુણી જો ખરો.
જરા વાતમાં ગાંઠ મોટી પડી,
હવે ગાંઠ પર તું હસી જો ખરો.
ભલે બેઉ વચ્ચે અહમ-પર્વતો,
ગળે મળ જરા, ને રડી જો ખરો.
પરાગે ભરેલી હવા છે હજી,
હવે ખોલ બારી, ફરી જો ખરો.
– પરાગ રતનપરા
#ગઝલ #સંવાદ #અબોલા #સમાધાન #મૈત્રી #પરાગરતનપરા
#GujaratiGhazal #Dialogue #BreakingSilence #Reconciliation #LetGoOfEgo #ParagRatanpara