← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

નોટ પરના બાપુ

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

ગાંધીબાપુ, નોટ ઉપર તમે હસતા કેમ રહો છો?
લાંચ-રુશવતમાં ફરતા, તોયે ચૂપ કેમ સહો છો?

ચૂંટણી ટાણે વહેંચાયા તમે બાટલીઓની સાથે,
તમે કહ્યું’તું ‘સત્ય’, ને આ તો ખેલે જૂઠને હાથે;
ખાદી પહેરી ખાતા ખીસ્સાં, એ તમે ક્યાં જુઓ છો?
ગાંધીબાપુ…

દહેજમાં તમને ગણી ગણીને થેલીમાં ભર્યા છે,
પાનના ગલ્લે, પોલીસ-થાણે હાથોહાથ ફર્યા છે;
અહિંસાના પૂજારી, તમે આ હિંસા ક્યાં ખમો છો?
ગાંધીબાપુ…

પરાગ કહે: બાપુ બોલ્યા: ‘હું તો કાગળ, ભાઈ,
મને ક્યાં પૂછે કોઈ? સૌને ખપે મારી છપાઈ;
ચશ્માં મારાં લઈ લો, તો તમે જ સાચું જુઓ છો.’
ગાંધીબાપુ…

– પરાગ રતનપરા

ગીતવ્યંગ
← પહેલો લેખજો ખરોઆગલો લેખ →રેતમાં