વાહ વાહ
અર્થ સમજો કે ન સમજો, તોય બોલો વાહ વાહ,
ઊંઘ આવે મંચ સામે, તોય ડોલો વાહ વાહ.
મંચ મળતાં એક કવિએ સો ગઝલ વાંચી અહીં,
પેટ ભૂખ્યું હો ભલે, પણ મોં ન ખોલો, વાહ વાહ.
આજનો કવિ પોસ્ટ મૂકી, ને લખે છે આટલું:
શેર કરજો, લાઇકો દો, પેજ ફૉલો, વાહ વાહ.
આજ ગાલિબ હોત તો એ શીખતો આ પણ કળા:
ત્રાજવે તાળી તણા સૌ શેર તોલો, વાહ વાહ.
સત્ય કીધું આ પરાગે, ત્યાં સભા ખાલી થતી,
ના કશું બોલ્યા, ન કીધું: ‘શેર મોળો’, ‘વાહ વાહ’.
– પરાગ રતનપરા
#ગઝલ #વ્યંગ #મુશાયરો #વાહવાહ #કવિસંમેલન #પરાગરતનપરા
#GujaratiGhazal #Satire #Mushaira #WahWah #PoetsAndApplause #ParagRatanpara