ખોલ તું
હવે ભીંત તોડી, ભવન ખોલ તું,
તને બાંધતું એ કફન ખોલ તું.
ઝરૂખે રહીને નિહાળ્યું ઘણું,
હવે પાંખ લઈ આ ગગન ખોલ તું.
અજાણ્યા ભયે બંધ પાંપણ રહી,
હવે સૂર્ય સામે નયન ખોલ તું.
ઘણું તેં દબાવ્યું હૃદયમાં હજી,
હવે હોઠ પરનું વચન ખોલ તું.
કળી બંધ છે, મ્હેક ભીતર ભરી,
પરાગે સજાવ્યો પવન ખોલ તું.
– પરાગ રતનપરા
#ગઝલ #મુક્તિ #હિંમત #ઉડાન #અભિવ્યક્તિ #પરાગરતનપરા
#GujaratiGhazal #Freedom #BreakFree #Courage #SelfExpression #ParagRatanpara