ઓ મનવા
ઘણું દોડ્યો, ઘણું હાંફ્યો, જરા તો થોભ, ઓ મનવા,
હૃદયમાં જે છુપાવ્યું તે, હવે તો ખોલ, ઓ મનવા.
તને સૌએ દબાવ્યો છે, ઘણું તેં મૌન વેઠ્યું છે,
હવે ના ડર, હવે ખુલ્લા ગળેથી બોલ, ઓ મનવા.
પવન વાતો કરે ત્યારે, જુઓ, ડાળો નમી ઝૂમે,
જરા તું પણ સહજ થઈને હવામાં ડોલ, ઓ મનવા.
બધા તોલે મનુષ્યોને, ધરી સિક્કા, ધરી કાંટો,
તને તું સત્યના કાંટે જ ખુદને તોલ, ઓ મનવા.
ભલે ખરશે કળી કાલે, પરાગે એટલું કીધું,
ઘડી આ મ્હેક માણી લે, કરી કલ્લોલ, ઓ મનવા.
– પરાગ રતનપરા
#ગઝલ #મન #આત્મસંવાદ #વિસામો #સહજતા #પરાગરતનપરા
#GujaratiGhazal #OMind #InnerDialogue #SlowDown #BeFree #ParagRatanpara