← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

ઝડી

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

પાંદડે ઝાકળ ઝગે, પણ એ ઘડી કાયમ નથી,
ફૂલ પર ભમરો ભમે, એ પણ કડી કાયમ નથી;
તોય ઝાકળ ઝળહળે ને ગાય ભમરો મોજથી,
કેમ કે આ જિંદગીની પણ ઝડી કાયમ નથી.

– પરાગ રતનપરા

મુક્તક
← પહેલો લેખઓ મનવાઆગલો લેખ →સવાલો