← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

ક્યારેક આવે

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

નથી પત્ર, બસ યાદ ક્યારેક આવે,
હજી ગામથી સાદ ક્યારેક આવે.

બને છે ઘણી વાનગી રોજ ઘરમાં,
છતાં બા-તણો સ્વાદ ક્યારેક આવે.

હતી પાંખ, ને આભ આખું અમારું,
હવે એ જ ઉન્માદ ક્યારેક આવે.

હસે ઘર, હસે બાગ, ઘરમાં ઉજાણી,
ખુશીમાં ય અવસાદ ક્યારેક આવે.

પરાગે લખી રોજ ગઝલો હજારો,
ખરી એક-બે દાદ ક્યારેક આવે.

– પરાગ રતનપરા

#ગઝલ #યાદ #વતન #બા #જીવનરંગ #પરાગરતનપરા
#GujaratiGhazal #Nostalgia #Homeland #MothersCooking #BittersweetLife #ParagRatanpara

ગઝલ
← પહેલો લેખધરતીકંપ પછીનું શહેરઆગલો લેખ →ખોબો ભરીને