સાંજ ઓગળે
સાંજ ઢળતાં ઝાડ નીચે એક છાયા ઓગળે,
આરતીના ઘંટમાં સઘળી ય માયા ઓગળે.
બાપ પાછા આવતા જ્યાં ઓફિસેથી સાંજના,
બાળકોના હાસ્યમાં એની ય કાયા ઓગળે.
વાત કરતાં દીકરાનો સાદ ફોને સાંભળી,
આંખમાં માની વરસના સૌ પરાયા ઓગળે.
જે કિલાઓ ગર્વથી ઊભા હતા વરસો લગી,
રેતની ઘડિયાળમાં એના ય પાયા ઓગળે.
આ પરાગે સાંજના એકાંતમાં જાણ્યું હતું,
શબ્દમાં ગીતો બધાં ગાયાં-અગાયાં ઓગળે.
– પરાગ રતનપરા
#ગઝલ #સાંજ #સમય #પરિવાર #એકાંત #પરાગરતનપરા
#GujaratiGhazal #Evening #PassingTime #FamilyBonds #Solitude #ParagRatanpara