છે હજી
વાળ ધોળા થઈ ગયા, મનમાં ઉમંગો છે હજી,
ચામડી પર કરચલીમાં પણ તરંગો છે હજી.
લાકડી લઈને ચડું છું, હાંફ ચડતો, તોય પણ,
આજ પણ ધાબે ચગેલા એ પતંગો છે હજી.
કાન ઓછું સાંભળે છે, આંખ ઝાંખું ભાળતી,
ભીતરે તો ઢોલ-ઝાંઝર ને મૃદંગો છે હજી.
ઓટલે બેઠો ગણું છું આવતાં વર્ષો તણા,
જીવવાના આજ પણ કેવા પ્રસંગો છે હજી!
ફૂલ ખરવાની ઘડી છે, તોય બોલ્યો આ પરાગ,
પાંખડીમાં આજ પણ એ સાત રંગો છે હજી.
– પરાગ રતનપરા
#ગઝલ #વૃદ્ધાવસ્થા #ઉમંગ #જીવનરસ #યુવાનમન #પરાગરતનપરા
#GujaratiGhazal #AgeingGracefully #ZestForLife #YoungAtHeart #Optimism #ParagRatanpara