← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

ભગવાન પણ

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

માગણીઓ સાંભળીને થરથરે ભગવાન પણ,
લાંચ આપી ભક્ત જાણે છેતરે ભગવાન પણ!

નોટ દસની એક મૂકી, માગતો દસ લાખ એ,
ભાવતાલે ભક્ત સામે કરગરે ભગવાન પણ.

ભૂંગળાંથી રાતભર ગાજે ભજનના નામ પર,
ઊંઘ માટે ગામ છોડી ને ફરે ભગવાન પણ.

નોટવાળાની કતારે દ્વાર ઝટ ખૂલી જતું,
ને ગરીબોની કતારો વીસરે ભગવાન પણ.

ડાળ પર ખીલ્યા પરાગે જે સુગંધી સાચવી,
એ જ ખુશ્બૂ હેતથી તો સંઘરે ભગવાન પણ.

– પરાગ રતનપરા

#ગઝલ #વ્યંગ #ધર્મનોધંધો #દંભ #સાચીભક્તિ #પરાગરતનપરા
#GujaratiGhazal #Satire #ReligiousHypocrisy #FaithForSale #TrueDevotion #ParagRatanpara

ગઝલવ્યંગ
← પહેલો લેખઆવ્યો, બાપ!આગલો લેખ →બુફે