કુલ ૨૦૨૨ લેખ · પાનું ૧૩ / ૪૧
કાગળે હોડી તરાવે ભાન પાછું આપ ને, રેતના ઘરમાં ગવાતું ગાન પાછું આપ ને.
તમે આવશો, એ સહારો હતો, કમાડે હવા, એ ઇશારો હતો.
રાતભર ગુંજ્યા કરે છે સંતવાણી તાર પર, ઓગળે છે દેહ જાણે ગંગ-પાણી તાર પર.
હતું જે અમારે કપાળે લખેલું, નથી યાદ એકે નિશાળે લખેલું.
પિતા ગ્યા ને પછી આ ઘર, અને ભાણું વહેંચાયું, જમાતું એક ચૂલે, એ હવે ટાણું વહેંચાયું.
ફોનમાં આખું જગત ને એક ન્યારું જ્ઞાન છે, સૂર્ય ઊગે, ફૂલ સાથે રોજ સારું જ્ઞાન છે.
સાંજ આવી, ગંગમાં મેં જાત બોળી ઘાટ પર, સાધુએ ખાલી કરી’તી એક ઝોળી ઘાટ પર.
ધરા તારી, નદી તારી, અને આખું ગગન તારું, અમે તો માત્ર ગાતા’તા, હતું એ બસ ભજન તારું.
પિતા ઘર તળે એક પાયો હતો, સહી તાપ પોતે જ છાંયો હતો.
આજ મારો હું જ મેં તો ક્યાંક ખોયો દર્પણે, ને મને જોનાર મુજ જેવો જ રોયો દર્પણે.
ફેરવે છે કોણ મારી ધૂળ-કાયા ચાકડે? રોજ આકારો બદલતી કોઈ છાયા ચાકડે.
કથામાં અંત જેવો કોઈ પણ છેડો નથી હોતો, ગયેલા પાત્રનો પાછો કદી તેડો નથી હોતો.
મને ઝંખતો, એ સવારે વરસ્યો, બધે ખેતરે ને દુવારે વરસ્યો.
ઓસરી પર પાથરીને આભ ઢોળે ચાંદની, ને તળાવે ડૂબકી લઈ રૂપ ઘોળે ચાંદની.
હજી છે અમારી કહાની અધૂરી, તમારી નજરમાં નિશાની અધૂરી.
ગયો ખારવો, તે કિનારે ન આવ્યો, હવા સાદ દઈ દઈ પુકારે, ન આવ્યો.
ડાળ પર, પાંદડે ઝૂલવું મોજમાં, જે ગયું તે બધું ભૂલવું મોજમાં.
અહીં ખોદતાં ખોદતાં હાડ જડ્યાં, શિલા થઈ ગયાં જે, બધાં ઝાડ જડ્યાં.
જે હતું આખું જગત, એ ઘર જ નાનું લાગતું, ને પિતાનું મૌન આજે સાવ છાનું લાગતું.
મંચ પરથી સંત બોલ્યા: ‘ફી ભરીને ખુશ રહો, મોહ-માયા છોડવા સૌ ધન ધરીને ખુશ રહો.’
આ મરણ શું? આ ઘરેથી ત્યાં જ જાવું છે ખરું? ને જનમ શું? રોજ પાછું ઘેર આવું છે ખરું?
ઘરે કોઈ ના, ઝાડ ઝૂલે હજી, કમાડો હવાથી જ ખૂલે હજી.
ધખે છે ધૂપ, ને ખેડૂ ખડો આ ગગન ઓઢીને, નથી વરસાદ, ને છાંયો, ખમે છે પવન ઓઢીને.
રેતમાં દોડ્યા કરું છું, સાવ પ્યાસો ઝાંઝવે, ને હરણ જેવો મળે છે રોજ ઝાંસો ઝાંઝવે.
પરોઢે ઉઘડતી ઉષા તું હતો, હતી સાંજ, એની ઘટા તું હતો.
હવે ચૂંટણી છે, ઉજાણી મફતમાં, સપન વેચતા, ને કહાણી મફતમાં.
ફૂલ ખીલ્યું, ને સવારે રોજ ન્હાયું ઝાકળે, ઘાસનાં તરણાં ઉપર તો ગીત ગાયું ઝાકળે.
ભાષણોનો ધોધ ને સૌ હાર-માળા મંચ પર, ને પ્રમુખની બાજુમાં બેઠેલ સાળા મંચ પર.
ઝાંઝવાની લાલચે હું વાટને ભૂલી ગયો, દોડતાં દરિયા ભણી, એ ઘાટને ભૂલી ગયો.
અમારે ઘરે તું પહેલી પ્રિયે, ઘડી શત્રુ, પળમાં સહેલી પ્રિયે.
જરા જેટલું જે વણાયું, ઘણું’તું, ઘડી બે ઘડી જે જિવાયું, ઘણું’તું.
મળે સૌ જગાએ મજાની સલાહ, જરા છીંક ખાધી, દવાની સલાહ.
રાતભર જાગી રહી છું, ફોન જોરે વાગશે, ઊંઘમાં પણ કાન માંડું, ક્યાંક ભોરે વાગશે.
ગળે ઝેર ભરતાં જ થાકી ધરા, ડમરથી અમે આજ ઢાંકી ધરા.
દીકરા પરદેશ, ઘરમાં સાવ ખાલી ઓસરી, રાહ જોતી હાથમાં લઈ દીપ ઝાલી ઓસરી.
ઉપર ફૂલ ઉત્સવ, રડે લાશ અંદર, ધુમાડો ધુમાડો જ આકાશ અંદર.
લકીરો ધરા પર, ન તારું ગગન, પરિંદાં કહે: આ અમારું ગગન.
રોષની હોળી હૃદયમાં જાત બાળી ક્યાં સુધી? વેરની ગાંઠો અમે મનમાં જ વાળી ક્યાં સુધી?
ઊંચે ચડો તો ઠીક છે, ઊંડાઈ પણ જોવી પડે, મુખ પર ભલે મુસ્કાન હો, સચ્ચાઈ પણ જોવી પડે.
મીટિંગ થઈ, ઝઘડા થયા, આ છે ખરી સોસાયટી, ચા પી અને ગપ્પાં કરી, ઘર ગઈ ફરી સોસાયટી.
વરસાદ આવ્યો આંગણે, ભીંજાઈને જો એક વાર, રંગો ઉડાડે ફાગમાં, રંગાઈને જો એક વાર.
નદીનો કિનારો, તને યાદ છે ને? નયનનો ઇશારો, તને યાદ છે ને?
આ ચાંદની રાતે હવે હું જાગતો, એવું નથી, તારી ગલીના મોડ પર હું થોભતો, એવું નથી.
રાત લાંબી, આજ સૂરજ ઊગવા રાજી નથી, ને નદીમાં સાંજ પણ આ ડૂબવા રાજી નથી.
ઘાવ ઝીલ્યા ટાંકણાના, તો ઘડાયું પથ્થરે, રામ જેવું નામ પણ ત્યારે લખાયું પથ્થરે.
જોઈને હસતો મને આ વેદના મૂંઝાય છે, ઘાવમાં ગાતો જુએ ત્યાં યાતના મૂંઝાય છે.
શાળા, રમત, મેળા મહીં, સઘળી ખુશીમાં તું હતો, પ્હેલો પ્રણય, પ્હેલી નજર, એની ગલીમાં તું હતો.
નોકરી, ઘર, લોન, બાળક, જીવવું બાકી હતું, ઓસરીના હીંચકે, બસ ઝૂલવું બાકી હતું.
ગોકુળે ગાય છે, વાંસળી ક્યાં હશે? ભીડમાં, મેળમાં, આંગળી ક્યાં હશે?
ધોમ તડકે પણ કદી મેં આશરો માગ્યો નહીં, હાથ લંબાવ્યો નહીં, ને ઠીકરો માગ્યો નહીં.