અધૂરી
હજી છે અમારી કહાની અધૂરી,
તમારી નજરમાં નિશાની અધૂરી.
હતાં લાખ સપનાં યુવાની મહીં, પણ
બુઢાપે મળી એ જવાની અધૂરી.
નદી જઈ ભળી સિંધુમાં, તોય લાગે,
હતી તો ય એની રવાની અધૂરી.
હતા હોઠ મૂંગા, નયન બોલતાં’તાં,
બધી વાત પૂરી, જબાની અધૂરી.
પરાગે ન પૂરી કરી એક કવિતા,
રહી એ જ રાતો સુહાની અધૂરી.
– પરાગ રતનપરા
#ગઝલ #અધૂરપ #પ્રેમ #મૌન #સ્મૃતિ #પરાગરતનપરા
#GujaratiGhazal #Incomplete #Love #UnspokenWords #Memories #ParagRatanpara