ધરા
ગળે ઝેર ભરતાં જ થાકી ધરા,
ડમરથી અમે આજ ઢાંકી ધરા.
કપાયાં ઘણાં ઝાડ, પંખી ગયાં,
રહી ચૂપ, ઊંચે ય તાકી ધરા.
હતી જ્યાં નદી, ત્યાં હવે રેત છે,
તિરાડે તિરાડે જ આંકી ધરા.
હજી અન્ન આપે, હજી ફૂલ ફળ,
કશું આપવાનું ય બાકી, ધરા!
પરાગે, વિકાસો તણા રથ ફરે,
અમે માનવીએ જ હાંકી ધરા.
– પરાગ રતનપરા
#ગઝલ #ધરતી #પર્યાવરણ #પ્રદૂષણ #પ્રકૃતિ #પરાગરતનપરા
#GujaratiGhazal #MotherEarth #Environment #Pollution #ClimateCrisis #ParagRatanpara