સાંજનો સાદ
એવી જ એક સાંજ હોય —
સામે અષાઢી વાદળ,
ખિસ્સામાં ખાલી પાકીટ,
ને પગમાં
આખા દિવસની ધૂળ.
ને ત્યારે
કોઈ બારીમાંથી
સાદ પાડે:
‘આવ, જમી લે.’
બસ,
એટલું જ.
એ સાદમાં
ન પૂછપરછ હોય,
ન હિસાબ,
ન ‘કેમ મોડું થયું?’
બા ગઈ ત્યારથી
આ શહેરમાં
હજારો બારીઓ છે,
હજારો દીવા,
હજારો સાદ —
પણ કોઈ સાદમાં
રોટલીની
ગરમ વરાળ નથી.
– પરાગ રતનપરા