← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

ભોળાનાથ

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

ભોળા, તારો આશરો એક, ભોળા, તારો આશરો એક,
જગ આખું રૂઠે તોયે, તું રાખે મારી ટેક.

જટામાં ગંગા ખળખળ વહે, ને માથે ચાંદો હસે,
ગળે ઝેર ધરીને તું તો સૌને અમૃત દઈ વસે;
ભસ્મ લગાડી, ડમરુ વગાડી, નાચે તું અનેક…
ભોળા, તારો આશરો…

ન મારે સોનું, ન મારે ચાંદી, ન મારે ફૂલની ફોરમ,
એક લોટો જળ લઈ આવું, ને બીલીપત્રનો સોરમ;
ભાવ જુએ તું ભોળા, બીજું જોતો નથી તું છેક…
ભોળા, તારો આશરો…

પરાગ કહે: આ જીવન આખું ઝેર જેવું લાગે,
તું જ ગળે ધરી લે, ભોળા, તો ઊગે અમરત આગે;
મસાણની રાખે પણ તું તો જગાડે નવી ટેક…
ભોળા, તારો આશરો…

– પરાગ રતનપરા

ગીત
← પહેલો લેખસાંજનો સાદઆગલો લેખ →દોસ્ત