પ્રિયે
અમારે ઘરે તું પહેલી પ્રિયે,
ઘડી શત્રુ, પળમાં સહેલી પ્રિયે.
પગારે ન ભાડું ભરાતું, અને
તને જોઈએ બસ હવેલી પ્રિયે.
થયાં વીસ વરસો લગનને છતાં,
હજી તો ય લાગે નવેલી પ્રિયે.
હિસાબો, બચત, બેંક ભૂલે બધું,
જુએ ‘સેલ’, ને થાય ઘેલી પ્રિયે.
પરાગે લખી પ્રેમની આ ગઝલ,
કહે તું: ‘પડી શાલ મેલી,’ પ્રિયે.
– પરાગ રતનપરા
#ગઝલ #દાંપત્ય #હાસ્ય #પત્ની #પ્રેમ #પરાગરતનપરા
#GujaratiGhazal #MarriedLife #Humour #Wife #LoveAndLaughter #ParagRatanpara