← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

તને યાદ છે ને?

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

નદીનો કિનારો, તને યાદ છે ને?
નયનનો ઇશારો, તને યાદ છે ને?

અગાસી, અમાસી નિશા, એક ઇચ્છા,
ખરેલો સિતારો, તને યાદ છે ને?

લખેલાં હતાં ઝાડ પર નામ બંને,
ઘટાનો સહારો, તને યાદ છે ને?

ઉપડતી હતી ટ્રેન, ઊભી હતી તું,
વિદાયે પુકારો, તને યાદ છે ને?

પરાગે હજી પાંદડે નામ શોધે,
વસંતી બહારો, તને યાદ છે ને?

– પરાગ રતનપરા

#ગઝલ #સ્મૃતિ #પ્રેમ #વિદાય #જૂનાદિવસો #પરાગરતનપરા
#GujaratiGhazal #Remember #LostLove #Farewell #Nostalgia #ParagRatanpara

ગઝલ
← પહેલો લેખજો એક વારઆગલો લેખ →એવું નથી