← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

એવું નથી

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

આ ચાંદની રાતે હવે હું જાગતો, એવું નથી,
તારી ગલીના મોડ પર હું થોભતો, એવું નથી.

મિત્રો મળે ને પૂછતા: ‘શું છે નવું?’ ‘બસ મોજ છે,’
એકાંતમાં જઈ આંસુઓ હું લૂછતો, એવું નથી.

તારા બધા પત્રો અને ફોટા છુપાવ્યા માળિયે,
છાનો છુપો રાતે ફરી હું વાંચતો, એવું નથી.

મોબાઇલે તારી છબી રાખી નથી, ભૂંસી તરત,
સ્ટેટસ તમારું રોજ હું તો ઝાંખતો, એવું નથી.

આવું પરાગે સૌ કહે, ભીની છતાં આખી ગઝલ,
તારા વિશે હર શ્વાસમાં હું ઝંખતો, એવું નથી!

– પરાગ રતનપરા

#ગઝલ #વિરહ #ઇનકાર #ભૂલવું #છૂપીપીડા #પરાગરતનપરા
#GujaratiGhazal #Denial #MovingOn #Heartbreak #HiddenPain #ParagRatanpara

ગઝલ
← પહેલો લેખતને યાદ છે ને?આગલો લેખ →વ્યથા