← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

વ્યથા

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

જે વ્યથા કોઈ ન સમજ્યું, એ જ મારી વાત છે,
ચાંદ પણ જાગે નહીં એવી અમારી રાત છે;
આંસુઓ ઢોળાય છે ને લોક તાળી પાડતા,
‘વાહ! કેવી છે ગઝલ!’— એ દર્દની સોગાત છે.

– પરાગ રતનપરા

મુક્તક
← પહેલો લેખએવું નથીઆગલો લેખ →યુગલ ગીત