ચાકડે
ફેરવે છે કોણ મારી ધૂળ-કાયા ચાકડે?
રોજ આકારો બદલતી કોઈ છાયા ચાકડે.
કોડિયું થઈ કો’ ઝળક્યું, ઠીકરું થઈ ધૂળમાં,
એક માટી, લાખ ઘાટો, એક માયા ચાકડે.
ઝૂંપડી ને મ્હેલ મંદિર, સૌ કશું માટી તણું,
આંગળી કુંભારની, ને એ જ પાયા ચાકડે.
કોઈ સગપણ જોડતું, ને કોઈ તોડે ટેરવે,
કોઈ પોતાના થયા ને કો’ પરાયા ચાકડે.
આ પરાગે સાંભળી ઘરઘર સદા, ને રાતભર
ગીત જેવાં ગીત પણ ત્યાં ખૂબ ગાયાં ચાકડે.
– પરાગ રતનપરા
#ગઝલ #કુંભાર #ચાકડો #સર્જન #જીવનદર્શન #પરાગરતનપરા
#GujaratiGhazal #PottersWheel #Creation #Impermanence #Philosophy #ParagRatanpara