← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

ઝૂલે હજી

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

ઘરે કોઈ ના, ઝાડ ઝૂલે હજી,
કમાડો હવાથી જ ખૂલે હજી.

ન ચૂંટે, ન ગૂંથે, ન પૂજે કદી,
છતાં બાગમાં ફૂલ ફૂલે હજી.

ગયાં બાળ ઊડી વિદેશે બધાં,
ઘટામાં ચકીઓ ન ભૂલે હજી.

ભલે રોજ ઊગે ઉજાસો નવા,
છતાં સાંજ જૂની ન ડૂલે હજી.

પરાગે ગળે બાથ ભીડી ખરી,
અહીં ઝાડ નાતો કબૂલે હજી.

– પરાગ રતનપરા

#ગઝલ #ઝાડ #સૂનુંઘર #પરદેશ #વતન #પરાગરતનપરા
#GujaratiGhazal #LonelyTree #EmptyHome #Diaspora #Roots #ParagRatanpara

ગઝલ
← પહેલો લેખછે ખરું?આગલો લેખ →ઓઢીને