ઓઢીને
ધખે છે ધૂપ, ને ખેડૂ ખડો આ ગગન ઓઢીને,
નથી વરસાદ, ને છાંયો, ખમે છે પવન ઓઢીને.
ઘરે બાળો સુવાડ્યાં છે, ઉપર ઢાંકી બધું સરખું,
અને મા ઊંઘતી કોરે ફટેલાં વસન ઓઢીને.
ધુમાડે આંખ બળતી’તી, છતાં હસતી રહી’તી બા,
જમાડ્યાં બાળ હેતેથી, સહી એ અગન ઓઢીને.
ભલે વેઠ્યું, ભલે દાઝ્યા, ન કીધું કોઈને ક્યારે,
અમારે જીવવું પડ્યું, બધું આ સહન ઓઢીને.
પરાગે જિંદગી આખી હસીને શબ્દ ઓઢ્યા’તા,
જશે આ જીવ પણ સાથે, ગઝલનું કફન ઓઢીને.
– પરાગ રતનપરા
#ગઝલ #ખેડૂત #મા #સહનશીલતા #સંઘર્ષ #પરાગરતનપરા
#GujaratiGhazal #Farmer #Mother #Endurance #Struggle #ParagRatanpara