← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

છે ખરું?

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

આ મરણ શું? આ ઘરેથી ત્યાં જ જાવું છે ખરું?
ને જનમ શું? રોજ પાછું ઘેર આવું છે ખરું?

એક ટીપું ઓગળીને જો સમંદર થઈ શકે,
તો મરણ પણ એમ દરિયે ત્યાં સમાવું છે ખરું?

બાળપણમાં ઓરડામાં જઈ છુપાતો હું, પછી
બા મને તો શોધતી’તી, શું છુપાવું છે ખરું?

ઠોકરો, ઘા, ને દગા, ને આંસુઓ, ને દર્દ પણ,
જિંદગી આખી વળી શું, બસ ઘવાવું છે ખરું?

આ પરાગે આયખાનો સાર પૂછ્યો મૌનને,
જીવવું શું? બસ અહીં બે ગીત ગાવું છે ખરું?

– પરાગ રતનપરા

#ગઝલ #મૃત્યુ #જીવન #પ્રશ્ન #અધ્યાત્મ #પરાગરતનપરા
#GujaratiGhazal #Death #MeaningOfLife #Questions #Spirituality #ParagRatanpara

ગઝલ
← પહેલો લેખનાગરિકતાઆગલો લેખ →ઝૂલે હજી