← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

મંચ પર

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

ભાષણોનો ધોધ ને સૌ હાર-માળા મંચ પર,
ને પ્રમુખની બાજુમાં બેઠેલ સાળા મંચ પર.

વાત ખેડૂની હતી, ને ભૂખની, પાણી તણી,
ફ્લેશ ઝબકે, ને બધાના રોજ ચાળા મંચ પર.

સ્વચ્છતાની વાત કરવા સૌ પધાર્યા ઠાઠથી,
શ્વેત કપડાં, શ્વેત ટોપી, હાથ કાળા મંચ પર.

ગામની શાળા ભલે ને છત વિનાની હોય, પણ
ઝળહળે છે રોશનીથી સૌ ઉજાળા મંચ પર.

આ પરાગે માઇકે જઈ વાંચવા માંડી ગઝલ,
ને સભામાં સૌ ભરે ઝટ ત્યાં ઉચાળા મંચ પર.

– પરાગ રતનપરા

#ગઝલ #વ્યંગ #રાજકારણ #સમારંભ #દંભ #પરાગરતનપરા
#GujaratiGhazal #Satire #VIPCulture #Politics #Hypocrisy #ParagRatanpara

ગઝલવ્યંગ
← પહેલો લેખલગભગ રોજઆગલો લેખ →ભૂલી ગયો