સારો હતો
તમે આવશો, એ સહારો હતો,
કમાડે હવા, એ ઇશારો હતો.
ઘડી આંખ મીંચું, ઘડી બારણું,
ન ઊંઘ્યા, ન જાગ્યા; ગુજારો હતો.
ભલે આયખું ત્યાં વિતાવ્યું અમે,
ઘડી-બે-ઘડીનો ઉતારો હતો.
સરી નાવ ધીમે, તમે દૂર થ્યા,
અહીં હું જ સૂનો કિનારો હતો.
પરાગે કબૂલ્યું હસીને બધું,
હતો ભ્રમ, છતાં ભ્રમ જ સારો હતો.
– પરાગ રતનપરા
#ગઝલ #પ્રતીક્ષા #ભ્રમ #વિરહ #એકલતા #પરાગરતનપરા
#GujaratiGhazal #Waiting #Illusion #Separation #Longing #ParagRatanpara