← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

જોવી પડે

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

ઊંચે ચડો તો ઠીક છે, ઊંડાઈ પણ જોવી પડે,
મુખ પર ભલે મુસ્કાન હો, સચ્ચાઈ પણ જોવી પડે.

ઝળહળ થયાં સૌ આંગણાં, દીવા બળે ચારે તરફ,
દીવા તળે સંતાયલી પરછાઈ પણ જોવી પડે.

પૈસો ઘણો, ગાડી નવી, ઘરમાં ઘણાં નોકર ભલે,
ઘરમાં રહી મા એકલી, તન્હાઈ પણ જોવી પડે.

નેતા કરે ઉદ્ઘાટનો, ફોટા પડે, તાળી પડે,
રસ્તા પુલો ને ભીંતની નબળાઈ પણ જોવી પડે.

ગાજે ગઝલ, તાળી પડે, ઝૂમે સભાઓ રાતભર,
થોડી પરાગે, શબ્દ-મનની ખાઈ પણ જોવી પડે.

– પરાગ રતનપરા

#ગઝલ #સત્ય #દૃષ્ટિ #સમાજ #આત્મનિરીક્ષણ #પરાગરતનપરા
#GujaratiGhazal #SeeDeeper #Truth #SocialMirror #SelfReflection #ParagRatanpara

ગઝલ
← પહેલો લેખતિરંગોઆગલો લેખ →પ્રસંગ