← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

કપાળે લખેલું

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

હતું જે અમારે કપાળે લખેલું,
નથી યાદ એકે નિશાળે લખેલું.

હજી ના સુકાયો અહીં પત્ર ભીનો,
તમે જે ગયા તે ઉનાળે લખેલું.

હતી તાપણે બા, હતાં ગીત એનાં,
હજી હૂંફ આપે, શિયાળે લખેલું.

હજી ડાયરીમાં પિતાના ઉધારો,
ગણે કોણ? સઘળું દુકાળે લખેલું.

પરાગે ન શબ્દો ગણો, વાંચનારા,
બધું તો હતું બે વચાળે લખેલું.

– પરાગ રતનપરા

#ગઝલ #નસીબ #સ્મૃતિ #ઋતુઓ #પિતા #પરાગરતનપરા
#GujaratiGhazal #Destiny #Seasons #Memories #BetweenTheLines #ParagRatanpara

ગઝલ
← પહેલો લેખતાર પરઆગલો લેખ →સોદો