ન્યારું જ્ઞાન છે
ફોનમાં આખું જગત ને એક ન્યારું જ્ઞાન છે,
સૂર્ય ઊગે, ફૂલ સાથે રોજ સારું જ્ઞાન છે.
રોજ કાકા મોકલે છે, ‘લો ઉકાળો, રોગ જાય,’
ડૉક્ટરો તો હાથ ઘસતા, સાવ ખારું જ્ઞાન છે.
ઈતિહાસો રાતમાં બદલાય ગ્રૂપોમાં જુઓ,
‘શેર કરજો’ છે લખેલું, ખાસ મારું જ્ઞાન છે.
પુસ્તકો પર ધૂળ જામી, ને બધા છે પંડિતો,
આંગળીના ટેરવે છે, એ જ તારું જ્ઞાન છે.
આ પરાગે પણ ગઝલ આ ‘શેર’ કીધી સો જણે,
કોઈએ વાંચી નહીં, પણ ‘વાહ! પ્યારું!’ જ્ઞાન છે.
– પરાગ રતનપરા
#ગઝલ #વ્યંગ #વોટ્સએપ #સોશિયલમીડિયા #જ્ઞાન #પરાગરતનપરા
#GujaratiGhazal #Satire #WhatsAppUniversity #SocialMedia #FakeNews #ParagRatanpara