છેડો નથી હોતો
કથામાં અંત જેવો કોઈ પણ છેડો નથી હોતો,
ગયેલા પાત્રનો પાછો કદી તેડો નથી હોતો.
ભલે પાછળ વળી જોયા કરો વીતેલ વર્ષોને,
ઘડીને કોઈ પગલાંનો કદી કેડો નથી હોતો.
રિસાવું જ્યાં નથી બાકી, મનાવું ક્યાં પછી ત્યાં પણ?
ન ઝઘડો હોય તો સમજો, કશો નેડો નથી હોતો.
સમંદર એક છે, ને સૌ હલેસાં છે અલગ સૌનાં,
બધાનો એક સાથે પાર આ બેડો નથી હોતો.
પરાગે આંસુ લૂછીને જરા જોયું, હવે જાણ્યું,
નથી માનો હવે પાલવ, કશે છેડો નથી હોતો.
– પરાગ રતનપરા
#ગઝલ #વાર્તા #સમય #સંબંધ #મા #પરાગરતનપરા
#GujaratiGhazal #NoEndings #Time #Relationships #Mother #ParagRatanpara