ખુદ્દારી
ધોમ તડકે પણ કદી મેં આશરો માગ્યો નહીં,
હાથ લંબાવ્યો નહીં, ને ઠીકરો માગ્યો નહીં.
વરસતો વરસાદ, ભીંતો ઓગળી માટી તણી,
તોય મેં પાડોશ પાસે છાપરો માગ્યો નહીં.
બારણે ઊભો હતો હું સાંજથી તે ભોર લગ,
પણ કદી અંદર જવા એ ઉંબરો માગ્યો નહીં.
રાજના દરબારમાં ખુરશી હતી ખાલી ઘણી,
ગીત ગાયું ગામમાં, પણ કાંગરો માગ્યો નહીં.
ફૂલ ખીલ્યું, ગંધ વેરી, ને ખરી ગ્યું ચૂપચાપ,
આ પરાગે પાંખ માગી, પીંજરો માગ્યો નહીં.
– પરાગ રતનપરા
#ગઝલ #ખુદ્દારી #સ્વમાન #ગરીબી #સ્વતંત્રતા #પરાગરતનપરા
#GujaratiGhazal #SelfRespect #Dignity #Poverty #Freedom #ParagRatanpara