બાકી હતું
નોકરી, ઘર, લોન, બાળક, જીવવું બાકી હતું,
ઓસરીના હીંચકે, બસ ઝૂલવું બાકી હતું.
કેટલાં વર્ષો ગયાં, બા પાસ બેઠો ના કદી,
હાથ પકડી બે ઘડી પણ બોલવું બાકી હતું.
રોજ દોડ્યો હાંફતો ને ફાઈલો લઈ હાથમાં,
આંગણે વરસાદમાં બસ પલળવું બાકી હતું.
ભાઈ સાથે જીદમાં વર્ષો સુધી બોલ્યા નહીં,
જીતવાની હોડમાં બસ ભૂલવું બાકી હતું.
બાગનો માળી બની, કરતો હિસાબો રાતદી,
આ પરાગે ફૂલ ગણ્યાં, સૂંઘવું બાકી હતું.
– પરાગ રતનપરા
#ગઝલ #જીવન #નિવૃત્તિ #પસ્તાવો #જીવવાનુંભૂલ્યા #પરાગરતનપરા
#GujaratiGhazal #LifeUnlived #Regret #SlowDown #SmellTheFlowers #ParagRatanpara