← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

રેતી

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

રેતી સરકે મુઠ્ઠીમાંથી, એમ સરકતા દિન,
પકડું પકડું થાઉં ત્યાં તો છટકી જાય હરિણ.

બાળપણે તો ઝૂલે ઝૂલ્યા, રમ્યા ઢગલી-ઘર,
માની ગોદે ઊંઘ્યા ત્યારે નાની સરખી ડગર;
પાટી-પેને લખતાં લખતાં ભૂંસાઈ ગયા એ દિન…
રેતી સરકે મુઠ્ઠીમાંથી…

જોબનિયે તો પાંખ ઊગી ને આભ લાગ્યું નાનું,
પ્રીતની પહેલી ચિઠ્ઠી લખી, છાનું ને છપનું;
ચિઠ્ઠી પીળી થઈ ગઈ, ભાઈ, પીળા થયા એ દિન…
રેતી સરકે મુઠ્ઠીમાંથી…

પરાગ કહે: હવે મુઠ્ઠી ખોલી, હથેળી રાખી ખુલ્લી,
રેતી ભલે ને ઊડે, એમાં સૂરજ ઝગશે ભલી;
પકડ્યા વિના જીવી જાણે, એના સુખી દિન…
રેતી સરકે મુઠ્ઠીમાંથી…

– પરાગ રતનપરા

ગીત
← પહેલો લેખબાકી હતુંઆગલો લેખ →ક્યાં હશે?