પાતળી દીવાલ
બાર વર્ષથી
આ ફ્લૅટમાં રહું છું.
અમારી વચ્ચેની દીવાલ
એટલી પાતળી છે
કે રાતે
એમનો ઝઘડો સંભળાય છે,
એમના બાળકનું રડવું,
એમના દાદાની ખાંસી,
રવિવારે કૂકરની સીટી પણ.
ને એટલી જાડી છે
કે બાર વર્ષમાં
મને
એમનું નામ ખબર નથી.
– પરાગ રતનપરા
બાર વર્ષથી
આ ફ્લૅટમાં રહું છું.
અમારી વચ્ચેની દીવાલ
એટલી પાતળી છે
કે રાતે
એમનો ઝઘડો સંભળાય છે,
એમના બાળકનું રડવું,
એમના દાદાની ખાંસી,
રવિવારે કૂકરની સીટી પણ.
ને એટલી જાડી છે
કે બાર વર્ષમાં
મને
એમનું નામ ખબર નથી.
– પરાગ રતનપરા