મફતમાં
હવે ચૂંટણી છે, ઉજાણી મફતમાં,
સપન વેચતા, ને કહાણી મફતમાં.
નળો પર ઝળકતી નવી નામ-પાટી,
હવામાં વહે છે જ પાણી મફતમાં.
ન રોટી, ન રોજી, ન છત, ના દવા, પણ
હવે મંચ પરથી જ વાણી મફતમાં.
ગયા પાંચ વર્ષે, ફરી આવશે એ,
ફરી હાથ જોડી સુવાણી મફતમાં.
પરાગે તમાશો નિહાળ્યો, ભલાજી,
હતી ચા, વળી સાથ ધાણી મફતમાં.
– પરાગ રતનપરા
#ગઝલ #વ્યંગ #ચૂંટણી #રાજકારણ #વચનો #પરાગરતનપરા
#GujaratiGhazal #PoliticalSatire #Elections #Freebies #EmptyPromises #ParagRatanpara