આ વિષયમાં 5274 લેખ · પાનું ૭૫ / ૧૦૬
ઝૂંપડીમાં ટમટમે જે, શ્વાસનો અજવાસ છે, ખેતરે ઝાકળ ઝગે, એ ઘાસનો અજવાસ છે.
ધરા પર નવી સૌ ઘટાઓ ઉગાડો, શ્વસન કાજ લીલી હવાઓ ઉગાડો.
નથી ધાન ઊગે પસીના વિના, નથી ઓપ વીંટી, નગીના વિના.
ખરો જે પ્રેમ છે, એ તો હિસાબોમાં નથી હોતો, લખાયો જે હૃદય પર, એ કિતાબોમાં નથી હોતો.
કૉલેજનો છેલ્લો દિવસ. કૅન્ટીનવાળા કાકાએ
નયનમાં વસેલી દુલારી ગઝલ, કદી આંસુ જેવી, કટારી ગઝલ.
થોડું તું કહે, થોડું હું કહું, ને થોડું રાખીએ છાનું, ચાલ, એકબીજાને ગમતાં રહીએ, જીવન છે ટૂંકું ને નાનું.
સાંજ ઢળતાં કેટલો લંબાય મારો છાંયડો, ને બપોરે સાવ નાનો, સાવ ન્યારો છાંયડો.
ઊઠ રે જુવાન, તને પોકારે મા ભારતી, ગામે ગામે ઝગે તારા નામની આરતી.
સ્વપ્ન જોયું રાતભર જે, એ ય સાચું પણ બને, ને ખરું જે લાગતું, એ કાલ કાચું પણ બને.
ઘડો ભરું તો ભરાય, પણ તરસ કેમ કરી ભરું? દીવો કરું તો ઝગે, પણ અંધારું કેમ કરી હરું?
હે સવિતા, તેજ તમારું ધરજો મારી મતિમાં, અંધારું ઓગાળી દેજો, ઝળહળજો જીવનગતિમાં.
રોજ મારા ભ્રમ બધાને તોડતો આ આયનો, ને પછી ટુકડા બધાયે જોડતો આ આયનો.
૬૮૬૬. ઓસરીમાં બા હતી ત્યારે ઉનાળો ક્યાં હતો?
૬૯૧૬. ઘડીભર મિલન, ને જનમભર સ્મરણ,
૬૯૫૬. નથી કોઈ ઘરમાં, બળે તોય દીવો,
૬૯૯૧. મને મારા જ ઘરમાં ઓળખે ના આયનો સુધ્ધાં,
૭૦૧૬. મેઘ ગાજ્યો ગામમાં, ને હું અહીં ઑફિસ મહીં,
પ્રેમ પણ તુલસી સમો છે, રોજ માળી માગશે, સાંજ ટાણે એક દીવો, એક થાળી માગશે.
તારા ગામનો કાગળ આવ્યો, મ્હેક્યું મારું ઘર રે, ગડી ઉકેલું ત્યાં તો ઊડ્યાં પતંગિયાંના પર રે.
જૂના કબાટના ખાનામાં હું પડ્યો છું —
બપોરે ઓસરી પર ઊતરે અજવાસ, તું બેઠી, ઉઘાડી ગ્રંથની પોથી, ધરીને આસ, તું બેઠી.
દિવસ ઢળ્યો ને છૂટા પડવા વેળા આવી, સાજન, કેમ કરી કહું ‘આવજો’? મારું ભારે ભારે મન.
રડે માછલી, આંસુ દેખાય ક્યાંથી? છુપાયેલ એ દર્દ પરખાય ક્યાંથી?
બપોરે ગામની શેરી
કવિતાનો એક શબ્દ સખી, મારે આંગણ આયો, ના મેં વાવ્યો, ના મેં વીણ્યો, તોયે મ્હોરી આયો.
ગામ પાદર સાદ પાડે, રેતમાં રમતી નદી, મેં જ ઠેલી’તી, છતાં પાછળ હજી રડતી નદી.
ઉધારી શ્વાસની લીધી, હિસાબે રોજ જીવું છું, ઉઘાડાં ફાટતાં સપનાં, ઉજાગર રાત સીવું છું;
ખર્ચ આગળ, બાદ આવક, જિંદગીના ચોપડે, લોક વાંચે છે મને સહુ સાદગીના ચોપડે.
ઊંડે ઊંડે લઈ જા મુજને, દરિયાલાલ રે, કાંઠાનાં છીપલાંથી થાક્યું મારું વ્હાલ રે.
મેં કાગળ પર ‘વરસાદ’ લખ્યો,
પિતાના નામની તખતી ખમીને ઘાત ઊભી છે, તિરાડોમાં ય સાચવતી પુરાણી વાત ઊભી છે.
મને નામે ના બાંધો, ભાઈ, હું તો ઊડતો રંગ, ઘડીક કેસૂડે બેસું ને ઘડીક ઝાકળ સંગ.
એક ઘર, એક ચા, આંગણું, બસ થયું, નીંદમાં મલકતું પારણું બસ થયું.
માના હાથમાં રેખાઓ ઓછી હતી,
કૂવે બેડું ભરતાં ભરતાં, જળમાં દીઠું કોણ? માછલીની આંખ જેવી વીંધાઈ, હું તો થઈ ગઈ મૌન.
નગર આખું બળે, ત્યારે જ દરબારે ઉજવણી છે, ચિતા ઠરતી નથી ત્યાં તો, તહેવારે ઉજવણી છે.
દીકરીને પાંખ ને આકાશ બે દીધાં અમે, તોય સાંજે બારણે ઊભાં રહી ધ્રૂજ્યાં અમે;
યશોદા દોરડે જગના ધણી ભગવાન બાંધે છે, નચાવે સૃષ્ટિને જે, મા ઘડી તોફાન બાંધે છે.
મેં તો રોપ્યું’તું એક નાનું ઝાડ, આજે છાંયડો દે છે રે, હું ઘરડો થ્યો, ઝાડ જુવાન, મુજને ખોળે લે છે રે.
પેન્સિલના છેડે રબર હોય છે —
ફૂલો મળે તો ઠીક છે, કાંટા મળે તો ઠીક છે, આ સૂર્ય ઊગે આભમાં, સાંજે ઢળે તો ઠીક છે.
આ જગતમાં એવા પ્રેમીઓ પણ છે
જ્યાં સુધી લીલો રહે, તું કોઈ છાંયો થઈ જજે, ને ખરે ત્યારે ય પંખી કાજ માળો થઈ જજે.
તું ન હોત તો કદાચ
ઊગો રે ઊગો સૂરજદેવ, મારે આંગણ અજવાળાં, અંધારાની ગાંઠ ઉકેલો, ખોલો મનનાં તાળાં.
કેટલો ઊંચો ધરમ જે છાંયડે અભડાય છે! એમનો ભગવાન સુધ્ધાં ઝૂંપડે અભડાય છે.
ઘડી સામે મળી તું ને, વરસ લગ સૂર રણકે છે, હૃદયની વીણ ના છેડો, હજી તારો ય ધડકે છે;
સજી સોળે સજી આવી, બધો શણગાર આ મેળે, નજર મળતાં જ લાગ્યો પાંપણોને ભાર આ મેળે.
આંખોમાં પતંગિયાએ બાંધ્યો રે માળો, રંગ રંગ થઈ ગયો મારો કાળો ઉનાળો.