← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

ઉગાડો

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

ધરા પર નવી સૌ ઘટાઓ ઉગાડો,
શ્વસન કાજ લીલી હવાઓ ઉગાડો.

નથી વૃક્ષ તો ના પડે મેહ પણ, ભાઈ,
નહીં તો પછી ત્યાં ચિતાઓ ઉગાડો.

કપાતાં ગયાં ઝાડ, ઊગ્યાં મકાનો,
હવે બાલ્કનીમાં લતાઓ ઉગાડો.

વડે જે ઠરો છો, હતો બાપનો એ,
હવે બાળ માટે કથાઓ ઉગાડો.

પરાગે સજાવી ગઝલ પાંદડે, ને
હવે શબ્દ વાવી દિશાઓ ઉગાડો.

– પરાગ રતનપરા

#ગઝલ #વૃક્ષારોપણ #પર્યાવરણ #હરિયાળી #આવતીપેઢી #પરાગરતનપરા
#GujaratiGhazal #PlantTrees #Environment #GoGreen #FutureGenerations #ParagRatanpara

ગઝલ
← પહેલો લેખઅજવાસ છેઆગલો લેખ →વિના