← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

આ મેળે

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

સજી સોળે સજી આવી, બધો શણગાર આ મેળે,
નજર મળતાં જ લાગ્યો પાંપણોને ભાર આ મેળે.

ઉપર ચગડોળ જ્યાં ઊંચે ગયું, મેં આંખ મીંચી’તી,
ઉઘાડી, તું હતો પાસે, હૃદય-ઝણકાર આ મેળે.

સખી પૂછે: ‘ખરીદ્યું શું?’ કહું શું, મેં ખરીદ્યું શું?
મફત લાવી, ન પૈસો દઈ, નજર-ઇકરાર આ મેળે.

ઢળી સાંજે, વિખેરાયો બધો મેળો, ગયાં સૌ ઘર,
છતાં મારા ગળે ઝૂલે મિલનનો હાર આ મેળે.

પરાગે આ ગઝલ છેડી, હવે તો ગામ ગાશે સૌ,
ફરી મળશે અજાણ્યાં બે, થશે કો પ્યાર આ મેળે.

– પરાગ રતનપરા

#ગઝલ #મેળો #પહેલોપ્રેમ #ગામડું #શરમ #પરાગરતનપરા
#GujaratiGhazal #VillageFair #FirstLove #ShyGlances #RuralRomance #ParagRatanpara

ગઝલ
← પહેલો લેખરણકારઆગલો લેખ →પતંગિયાનો માળો